GUJARATMODASA

ટીંટોઈ : બામણવાડ ગામની સીમમાં ઘેટાઓની ચોરી  કરી ચિત્તોડગઢ હાઇવેપર વેચનાર ગેંગનો 1 આરોપી LCB એ ઝડપી પાડ્યો ,5 આરોપીઓ વોન્ટેડ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ટીંટોઈ : બામણવાડ ગામની સીમમાં ઘેટાઓની ચોરી  કરી ચિત્તોડગઢ હાઇવેપર વેચનાર ગેંગનો 1 આરોપી LCB એ ઝડપી પાડ્યો ,5 આરોપીઓ વોન્ટેડ

ટીટોઈ પો.સ્ટે ખાતે નોંધાયેલ ઘેટા ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ચોરીમાં વપરાયેલ ઇકો ગાડીની કિ.રૂ.5,00,000/-તથા મોબાઈલ ફોન-1 મળી કુલ કિ. રૂ.5,05,000/-ના મુદામાલ સાથે એક આરોપીને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડ્યો, ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૮૮૦૧૩૨૫૦૦૯૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ.૩૦૩(૨),૫૪ મુજબના ગુન્હો નોંધાયેલ જેમાં તા.1/3/25 ના 6: 00 થી 8:00 દરમ્યાન મોજે બામણવાડ ગામની સીમમાં ઘેટા ચોરી નો બનાવ બનેલ હતો જે ઘેટાચોરીની જગ્યાએ વીજીટ કરી ટાવર ડમ્પ મેળવી જેનું ટેકનીકલ એનાલીસીસ કરતા તેમજ ચોરીમાં કોઈ વાહનનો ઉપયોગ થયેલ હોવા બાબતે હયુમન સોર્સ તથા હાઇવે રોડ અને સ્થાનિક રોડ ઉપર તપાસ કરી તેમજ હાઇવે ઉપર આવેલ ટોલબુથો ઉપર તપાસ કરતા એક ઈકો ગાડીનં RJ.09.CD.3503 વાળી ચોરીવાળી જગાએ આવતી-જતી હોવાનું જણાઈ આવેલ તેમજ ટાવર ડમ્પ આધારે મળી આવેલ ઇસમોની માહિતી આધારે અલગ-અલગ ટીમો બનાવી સદરી ટાવર ડમ્પમાં આવેલ માલોબઈલ નંબરો બાબતે સઘન અભ્યાસ કરી શક પડતા મોબાઈલ નંબરોની પુરેપુરી વિગતો મેળવતા મધ્યપ્રદેશ રાજયના નમચ જીલ્લાના સીંગોલી પોલીસ સ્ટેશનની હદના માનાકાનોડ ગામના ઇસમોની સંડોવણી હોવાનું જણાઇ આવેલ જેથી સદર ઇસમોની માહિતી મેળવતા ઈકો ગાડીનં.RJ.09.CD.3503 તથા મિથુન સ/ઓ દરવાર માગીલાલ બંજારા ઉ.વ. 26 રહે. માના કાનોડ તા.સીગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ) તથા અન્ય ચાર ઇસમો આ ઘેટા ચોરીમાં સંડોવાયેલાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જે ઈકો ગાડીની તથા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન તા.13 /04/25 ના રોજ ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઈકો ગાડીની વોચ તપાસમાં હતા દરમ્યાન શામળાજી તરફથી એક મારૂતી ઈકો ગાડીનં RJ.09.CD.3503 આવતા તેને ઉભુ રખાવવા ઇશારો કરતાં ઇકોના ચાલકે તેની ઇકો ઉભી રાખેલ જે ઇકો ગાડીમાં એક ઇસમ ડ્રાયવર શીટ ઉપર બેઠેલ હોય જે ચાલકનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ મિથુન સ/ઓ દરવાર માગીલાલ બંજારા ઉ.વ.26 રહે.માના કાનોડ તા.સીગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવતો હોય અને પોતે અહીયા આવવા બાબતે તેમજ ઘેટાચોરી બાબતે પુછતાં પોતે તથા સહ આરોપી(૧) પરશારામ સ/ઓ દરવાર માગીલાલ બંજારા રહે.માના કાનોડ તા.સીંગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ) (૨) કમલેશ કનજર રહે.બોરવ ધનગડ મઉ કલન રાવતાભાટા ચિતોડગઢ (રાજસ્થાન) (૩) અશોક જગદીશ રહે.ચાંદજીકી ખેરી તા.ભીલવાડા (૪) ભૈરૂલાલ સ/ઓ રામસીંગ રહે.બોરવ ધનગડ મઉ કલન રાવતાભાટા ચિતોડગઢ (રાજસ્થાન)એ રીતેના પાંચ ઇસમોએ અલગ-અલગ તારીખોએ ઉપરોકત ઇકો ગાડી લઇ આવી બામણવાડ ગામની સીમમાંથી ઘેટા ચોરી કરી લઈ ગયેલાનું અને તમામ ચોરી કરેલ ઘેટા અન્ય સહ આરોપી અલતાફ ઉર્ફે આફતાબ અબ્દુલ વાહીબને ચિત્તોડગઢ હાઇવે ખાતે જઇને વેચાણ કરી દીધેલાનું કબુલાત કરેલ હોય જેથી એક ઇકો ગાડી કિ.રૂ.5,00,000/- તથા એક ડાર્ક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.5000/-મળી કિ.રૂ.5,05,000/-ના મુદામાલ BNSS . ૧૦૬ મુજબ કબ્જે કરી સદરી આરોપી મિથુન સ/ઓ દરવાર માગીલાલ બંજારા ઉ.વ.26 રહે.માના કાનોડ તા.સીગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ) નાને તા. ૧૩/૦૪/૨૫ ના રોજ સારૂ BNSS એકટ કલમ.૩૫ (૧),(જે) મુજબ અટક કરી ટીટોઈ પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપી:-

મિથુન સ/ઓ દરવાર માગીલાલ બંજારા ઉ.વ.૨૬ રહે.માના કાનોડ તા.સીગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ)

વોન્ટેડ આરોપીઓ:-

(૧) પરશારામ સ/ઓ દરવાર માગીલાલ બંજારા રહે.માના કાનોડ તા.સીગોલી જી.નીમચ (મધ્યપ્રદેશ)

(૨) કમલેશ કનજર રહે.બોરવ ધનગડ મઉ કલન રાવતાભાટા ચિતોડગઢ (રાજસ્થાન)

(૩) અશોક જગદીશ રહે. ચાંદજીકી ખેરી તા.ભીલવાડા (રાજસ્થાન)

(૪) ભૈરૂલાલ સ/ઓ રામસીંગ રહે. બોરવ ધનગડ મઉ કલન રાવતાભાટા ચિતોડગઢ (રાજસ્થાન)

(૫) અલતાફ ઉર્ફે આફતાબ અબ્દુલ વાહીબ (ચોરીના ઘેટા વેચાણ લેનાર) રહે.ગોટા તા.જી.રાજસ્થાન

Back to top button
error: Content is protected !!