વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૧ નવેમ્બર : ભુજ એલસીબી પોલીસ સ્ટાફ નાં કર્મચારીઓ માંડવી તાલુકા કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલસીબી પોલીસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રાહુલ બાબુલાલ રાજગોર રહે.સોનબાઇ નગરી, ફરાદી તા.માંડવીવાળાના કબ્જા ભોગવટાના રહેણાકના બાજુમાં ખુલ્લા વરંડામાં અમુક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃતિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા જેથી ગંજી પાના વડે રમતા જુગારીયાઓ ને મુદ્દામાલ સાથે પકડી પાડેલ,રાહુલ બાબુલાલ રાજગોર,પારસ મોહનલાલ પરમાર,નીલેશ ભરતભાઇ પેથાની,મુળચંદ દેવજીભાઇ રઠોડ,રાજેશ વિસનજી રાજગોર રહે.તમામ.ફરાદી તા.માંડવી આ જુગારીયાઓ ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા પાસેથી કબ્જે કરેલ મુદામાલ.રોકડા રૂપીયા – રૂા.૩૪,૧૦૦/-ગંજીપાના નંગ-પર કી.રૂા.૦૦/-, મોબાઈલ ફોન નંગ-૦૫, કી.રૂ.૨૫,૦૦૦/-,મોટર સાયકલ નંગ–૦૪,કી.રૂ.૧,૧૦,૦૦૦/-,એમ કુલ.કી.રૂા.૧,૬૯,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાયેલ જુગાર રમતાં પતા પ્રેમીઓ વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.