
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૨ જૂન : પશ્ચિમ કચ્છ-ભુજ એલસીબીને મળેલ ખાનગી બાતમીના આધારે માંડવી તાલુકાના બીદડા ગામના થોડે દુર માંડવી-મુન્દ્રા હાઈવે રોડ પર આવેલ પુલિયા પાસે આવેલ સમશાન નજીક એક મો.સા ઉપર બે ઈસમો માં મિત મહેન્દ્રભાઈ લીબાણી (ઉ.વ.૨૦) રહે બીદડા વાડી વિસ્તાર તા-માંડવી,પાર્થ કિશોરભાઈ પટેલ (ઉ.વ.૨૫) રહે બીદડા મારુનગર તા.માંડવી,આ બંને ઇસમોને એલસીબી પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા આરોપીઓ પાસે એક પીળા કલરનો પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ જે કોથળાની ગાંઠ ખોલી જોતા તેમા કોપર વાયરના ગુંચડાઓ મળી આવેલ જે કોપરના વાયરો બાબતે તેમની પાસે આધાર પુરાવાની માગણી કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી મળી આવેલ કોપર વાયરોના ગુચડાના કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનુ જણાવેલ.જેથી મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ જે મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ-૧૦૬, મુજબ તપાસ અર્થે મળી આવેલ.મિત, અને પાર્થ આ બંને આરોપીઓ પાસેથી મળી આવેલા મુદ્દામાલ માં મોબાઇલ ફોન નંગ-૦૨ જેની કિં.રૂ.૧૫,૦૦૦/-,કોપરના વાયરો વજન આશરે ૩૦ કિ.ગ્રા. જેની કિં.રૂ.૧૫,૦૦૦/-,હીરો કંપનીની કાળા કલરની અને લાલ પટા વાળી સ્પ્લેન્ડર મો.સા. જેના રજી.નં.-GJ-12-HC-3635 જેની કી.રૂ.-૫૦,૦૦૦/-એમ કુલ કબજે કરેલ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા -૮૦,૦૦૦/-નુ મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમોને બી.એન.એસ.એસ. કલમ -૧૦૬, ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




