GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ખડકી ટોલનાકા પાસે હોટલના પાર્કિંગમાંથી દારૂનાં જથ્થા સાથે LCB પોલીસે ₹93 લાખથી વધુનો વિદેશી દારૂ કબ્જે કર્યો.

તારીખ ૨૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના મુજબ પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પી આઈ એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક મોટો કેસ શોધી કાઢ્યો છે.

LCB ગોધરાના ASI અને હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે બેઢીયા ખડકી ટોલનાકા પાસે આવેલ નીલકંઠ પંજાબી હોટલના પાર્કિંગમાં એક ટાટા કન્ટેનર (નંબર: NL 01 AA 3636) શંકાસ્પદ હાલતમાં પડ્યું છે. આ બાતમી આધારે PSI એચ.આર. જેતાવત અને LCB ની ટીમે સ્થળ પર વોચ ગોઠવી કન્ટેનરને ચારેય તરફથી કોર્ડન કરી લીધું હતું.કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કી: ૯૫૦ પેટીઓ (કુલ ૪૫,૬૦૦ ક્વાટરીયા), કિંમત રૂ. ૯૩,૪૮,૦૦૦/-ટાટા કન્ટેનર (NL 01 AA 3636): કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન (૨ નંગ): કિંમત રૂ. ૨૫,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૧,૧૩,૭૩,૦૦૦/- બે આરોપીઓ ઝડપાયા, અન્ય સામે પણ ગુનો દાખલ પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા ૨ આંતરરાજ્ય ખેપિયાઓની અટકાયત કરી છે. જેમાં જોગારામ વીસનારામ સારણ (જાટ) – રહે. રાજીવનગર ખડીન, તા. રામસર, જી. બાડમેર (રાજસ્થાન) અને સુનીલકુમાર બાબુલાલ સારણ (જાટ) – રહે. માલપુર થોરીયો કા તલા મીઠીવેરી, તા. ગુઢામાલાણી, જી. બાડમેર (રાજસ્થાન) આ ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર, કન્ટેનર માલિક તથા નિતીન ટ્રાન્સપોર્ટ અને અન્ય સંપર્ક નંબરો સાથે સંકળાયેલા તમામ સહ-આરોપીઓ સામે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!