વઢવાણના રામપરામાં LCBનો દરોડો: જાહેર જુગાર રમતા ૬ શખ્સો રૂ. ૩૭,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
રોકડ રકમ રૂ.17,700 તેમજ મોબાઇલ ફોન 4 નંગ કિ.રૂ.20,000 અન્ય મળીને કુલ રૂ.37,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો

તા.18/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રોકડ રકમ રૂ.17,700 તેમજ મોબાઇલ ફોન 4 નંગ કિ.રૂ.20,000 અન્ય મળીને કુલ રૂ.37,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વઢવાણ તાલુકાના રામપરા ગામે દરોડો પાડીને જાહેર જગ્યા પર ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. મળતી વિગતો અનુસાર, એલસીબીના હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ખેરને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે રામપરા ગામના જાહેર વિસ્તારમાં કેટલાક શખ્સો એકઠા થઈને ગંજીપાના વડે રોકડ રકમની હાર- જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી મળતા એલસીબી પીઆઇ બી.એચ.શિંગરખીયા અને પીએસઆઇ આર.જે.ગોહિલની આગેવાની હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સ્થળ પર અચાનક રેડ કરી હતી દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા છ શખ્સો રસીકભાઇ ગોવીંદભાઇ કોડીયા, જશવંતભાઇ મનજીભાઇ ચૌહાણ, મહેશભાઇ ભુદરભાઇ આંકવીયા, ઘનશ્યામભાઇ વિરજીભાઇ કાંજીયા, જયેશભાઇ ઉર્ફે બાબુભાઇ ગોરધનભાઇ કુમાદરા, મહેશભાઇ સાગરભાઇ થરેશા રહે, બધા નવાપુરા વિસ્તાર, રામપરા વાળાઓ પાસેથી રોકડ રકમ રૂ. ૧૭,૭૦૦ મોબાઇલ ફોન ૦૪ નંગ કિ.રૂ. ૨૦,૦૦૦ સહિત એલસીબી ટીમે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૩૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે તમામ ૬ આરોપીઓ વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




