BANASKANTHAGUJARATKANKREJ

રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો..

શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગ થી

રાણકપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોકડાયરો યોજાયો..

ઓગડ તાલુકાના રાણકપુર ખાતે આવેલ વૃંદાવન ગૌ શાળા મા શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગ થી ૧૮ મી જુલાઈ ૨૦૨૬ ને શનિવાર ના રોજ રાત્રે ભવ્ય લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ના નામાંકિત કલાકારો લોક સાહિત્યકાર દિપક જોષી થરા,અજીત કાપડી, લોકગયાક વિનોદ શિરવાડિયા,પાર્વતી ઠાકોર સહિત કલાકારોએ લોક સાહિત્ય,લોક સંગીત અને સાંસ્કૃતિક વારસાથી ભરપૂર મનમોહક પ્રસ્તુતિઓ આપી હતી.કલાકારોની રજૂઆતથી પ્રભાવિત થઈ ઉપસ્થિત પ્રેક્ષકો એ ચલણી નોટોનો વરસાદ કરી કલાકારોને વધાવ્યા હતા.ઘોળમાં આવેલ તમામ રકમ વૃંદાવન ગૌશાળા, રાણકપુર ને ગૌ સેવાના પવિત્ર કાર્ય માટે અર્પણ કરવામાં આવતા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા ના જલાભાઈ દેસાઈ,તાલુકા પંચાયતના સદસ્ય મનુભા વાઘેલા,આઈ.ટી.સેલના કન્વીનર ભરતસિંહ વાઘેલા, રાણકપુર ના પૂર્વસરપંચ પૂનમસિંહ વાઘેલા,તાલુકા કિસાન મોરચાના પ્રમુખ વિનુભા ઝાલા, સામાજિક આગેવાન સંજયસિંહ સોલંકી,નરેન્દ્રસિંહ વાઘેલા, વૃંદાવન ગૌશાળાના સંચાલક મેઘરાજસિંહ વાઘેલા,રૂની ગામના સરપંચ વિષ્ણુભાઈ બારોટ, દ્વારકેશ ગૌ શાળાના સંયોજક નિકુલભાઈ જોષી સહિતના મહાનુભાવો તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને લોક સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોકડાયરાનું વિશેષ આકર્ષણ તરીકે લોક સાહિત્યકાર દિપકભાઈ જોષી દ્વારા રજૂ કરવામાં આવેલી “ઓગડ ધરાની વીરગાથા” રહી હતી.તેમની ઓજસ્વી રજૂઆતને ઉપસ્થિત જન મેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.સમગ્ર કાર્યક્રમ લોકસંસ્કૃતિના સંવર્ધન,ગૌ સેવા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય બની રહ્યો હતો. ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર ગણાવ્યો.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!