રાજપારડીમાં મદ્રેસાએ ફૈઝે બગદાદીના તલબાઓના વાર્ષિક જલશાનું આયોજન કરાયું
ઝઘડીયાના રાજપારડી ગામે મદ્રેસાના બાળકોનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્સો યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકના રાજપારડી યંગ સર્કલ દ્વારા આયોજીત મદ્રેસા એ ફૈઝે બગદાદીના તલબાઓનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્શો યોજાયો હતો, પરીક્ષામાં પાસ થનાર તાલીમાર્થી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા જેમાં એક થી ત્રણ નંબર લાવનાર તાલીમાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા, રાજપારડી મદ્રેસા એ ફૈઝે બગદાદીના તલબાઓ આશરે 120 થી વધુ તાલીમાર્થીઓ કુરાન,અમ્મા પારા, મદની કાઇદા અને તખ્તી પઢવાની તાલીમ મેળવી રહ્યા હતા. આજરોજ આ તાલીમાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એક થી ત્રણ નંબર લાવનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહીત કરવા સન્માન સમારંભ જુમ્મા મસ્જિદ ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગમા જુમ્મા મસ્જિદ ના પેસ ઇમામ સાહીલ રઝા અને મુસ્લીમ આગેવાનો અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા, આમા પ્રથમ ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ આવનાર બાળકોને ઉપસ્થીત મહાનુભાવો દ્વારા ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા, મસ્જિદ ના ટ્રસ્ટીઓ દ્વારા રાજપારડી યંગ સર્કલ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજપારડી જુમ્મા મસ્જિદના ઇમામો, ગામ અગ્રણીઓ તેમજ મુસ્લિમ બિરાદરોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી