
વિજાપુર નગરપાલિકા સેવા સદનની આકસ્મિક મુલાકાત — 22 વર્ષ જૂની પીવાના પાણીની લાઈન બદલવા માટે રૂ. 2.93 કરોડ મંજુર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા સેવા સદનમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોનના વિભાગીય અધિકારી બી. એમ. પટેલ (આઈએએસ) તેમજ પ્રાદેશિક કચેરીના ચીફ ઓફિસર મનોજ સોલંકી સહિતના અધિકારીઓએ આજે આકસ્મિક મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન શહેરમાં ચાલતા રોડ-રસ્તાઓના પેચ વર્ક અને રિસર્ફિંગ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરી અંગે નગરપાલિકા મુખ્ય ઈજનેર હિમાનીબેન ચૌધરી, પી.એમ.સી. ટીમ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.




