BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
સમીર પચેલ, ભરૂચ
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોની તસવીરને સુતરાની આંટી અને કુલહાર અર્પણ કર્યા હતાં.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહસ રણા,પૂર્વ જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, અરવિંદ દોરાવાલા, જુબેર પટેલ નગરસેવક ઇબ્રાહિમ કલકર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.