વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત સંતરામપુર ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત સંતરામપુર ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
***
દાહોદના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર અને સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને સહાય-લાભોનું વિતરણ કરાયું
***
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સુશાસનનાં સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતરામપુર નગરપાલિકાના ટાઉન હૉલ ખાતે યોજાયેલા આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં દાહોદ લોકસભા વિસ્તારના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ માનવી સુધી સીધો પહોંચાડવાનો હતો.

ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને યાદ કરી, છેલ્લા ૧૨ વર્ષમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો અને ગરીબ કલ્યાણની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
આ જનકલ્યાણ શિબિરમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીના વરદ હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



