મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દેદાવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દેદાવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
અમીન કોઠારી મહીસાગર….
તા.૨૪/૧૦/૨૪
મહીસાગર જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે આજ રોજ કડાણા તાલુકાના દેદાવાડા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો .
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખબાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાનો માનવી રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય, તેના ઘર પાસે જ નાના-મોટા પ્રશ્નોનો નિકાલ લાવી તેની સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટે આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકાર નાગરિકોના ઘર આંગણે આવે છે સેવા સેતુના માધ્યમથી સરકારની સેવા-યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો જે આશય છે તેને આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ તેવી અપીલ પણ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી સરકારની વિવિધ ૫૫ જેટલી સેવાઓનો એક જ સ્થળે લાભ મળી રહે છે અને દરેક વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે ત્યારે નાગરિકો પણ સામે ચાલીને કાર્યક્રમનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના ગરીબ પરિવારો માટે ખૂબજ આશિર્વાદરૂપ છે, તેનું કાર્ડ કઢાવવા અને તેનો લાભ લેવા ની સૌએ આગળ આવવું જોઈએ.
આ કાર્યક્રમમાં કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, પ્રાંત અધિકારી સંતરામપુર, કડાણા મામલતદાર. સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.