MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટર… અમીન કોઠારી. મહીસાગર

 

મહીસાગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ભાગ-૨ ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ અને પ્રજાકીય પ્રશ્નોના સત્વરે નિકાલ માટે સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ તથા કુબેરભાઈ ડીંડોર દ્વારા વિવિધ પ્રજાલક્ષી અને વિકાસના કામોને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે આ તમામ પ્રશ્નોની ઝીણવટભરી ચર્ચા કરી, સંબંધિત વિભાગના અધિકારીઓને સકારાત્મક અને સમયમર્યાદામાં તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ, માળખાગત સુવિધાઓ અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા મળેલા સૂચનોને વહીવટી તંત્ર દ્વારા પ્રાધાન્ય આપીને કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગોના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!