બેવડી ઋતુના કારણે સંતરામપુરમાં રોગચાળો વકર્યો
બેવડી ઋતુના કારણે સંતરામપુરમાં રોગચાળો વકર્યો
અમીન કોઠારી મહીસાગર…
તાજેતરમાં સંતરામપુર નગર તેમજ તાલુકા વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે દિવસમાં ગરમી અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધવાને કારણે બીમારી વધવા પામી છે
વાત કરવામાં આવે સંતરામપુરની તો સંતરામપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં બેવડી ઋતુના કારણે શરદી ખાંસી અને તાવ નો વાયરસ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલો જોવા મળે છે નાના બાળકોથી લઈને યુવાન અને વૃદ્ધો આ બીમારીમાં સપડાઈ ગયા છે હોસ્પિટલોમાં ખાટલા ભરાઈ ગયા છે નાના બાળકોની વાત કરવામાં આવે તો નાના બાળકો આ બેવડી ઋતુમાં ખૂબ જ ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે.
સંતરામપુરના જાગૃત નાગરિકોમાં જાણવા મળતી ચર્ચા મુજબ સંતરામપુર નગરપાલિકા દ્વારા યોગ્ય સમયે સફાઈ ન કરવામાં આવતા તેમજ ચારેકોર ગંદકીના ઢગલા જોવા મળે છે જેને લઇને નગરમાં ધૂળની ડમરીઓ ઉડે છે અને તાપમાન નીચું જવાને કારણે વાયરસ ચારેકોર ફેલાય છે જેને લઈને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ છે
સંતરામપુર નું આરોગ્ય તંત્ર વહેલામાં વહેલી તકે જાગે અને આ બેવડી ઋતુના વાયરસને નાથવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરી સાથે સાથે નગરપાલિકા દ્વારા પણ નગરને સ્વચ્છ અને સુંદર રાખીને લોકોને બીમારી મુક્ત કરવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી નગરજનોની લાગણી અને માંગણી છે.