સંતરામપુર નગરમાં સ્ટેટ હોસ્પિટલ પાસે અકસ્માત માં એક નું મોત.. અને છ ઈજાગ્રસ્ત
સંતરામપુર નગરમાં સ્ટેટ હોસ્પિટલ પાસે અકસ્માત માં એક નું મોત.. અને છ ઈજાગ્રસ્ત…
અમીન કોઠારી મહીસાગર…..
સંતરામપુર થી છકકડા માં બેસીને મુસાફરો પોતાના ધર તરફ જ ઈ રહેલ હતાં તેવામાં બાયપાસ ચોકડી થી સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર રોડ વચ્ચે અચાનક જ આ મુસાફરો ભરેલ છકડો ચાલકે કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઇ જતાં તેમાં 1 નું મોત, 6 ઈજાગ્રસ્ત અને બીજા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો.
વાહનના ડ્રાઈવર સંતરામપુર તાલુકાના ટીભરવા ગામના રહીશ છે અને પેસેન્જર વાહન ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ગાયત્રી મંદિર પાસેથી મુસાફરો લઇ ગામ તરફ જઈ રહ્યા હતા અને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલના નજીક પહોંચતાં અચાનક અકસ્માત સર્જાયો.
ઇજાગ્રસ્ત મુસાફરો
1. કનીક્ષાબેન અનિલભાઈ ડિંડોર (32, કોસંબા) – મોઢા અને ડાબા હાથ પર ઈજા
2. પર્વતભાઈ પૂજાભાઈ ડામોર (50, તીંભરવા) – જમણી આંખ નીચે અને બંને હાથ પર ઈજા
3. લાખાભાઈ માનાભાઈ ડામોર (50, તીંભરવા – આમોદ રા ફળીયું) – ડાબી આંખ, નાક અને કાન પર ઈજા
4. રતનબેન અરજનભાઇ ડામોર (55, તીંભરવા) – સામાન્ય ઈજાઓ
5. રૂખીબેન ઉજમાભાઇ ડામોર (60, તીંભરવા) – સામાન્ય ઈજાઓ
મૃતકનું નામ:
➡️ રાકેશભાઈ દલાભાઈ પારગી
➡️ ઉંમર: આશરે 34 વર્ષ
➡️ રહેઠાણ: ટીભરવા
ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સંતરામપુર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.