MAHISAGARSANTRAMPUR

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રાંત કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો

વિસ્તરણ રેન્જ સંતરામપુર દ્વારા પ મી જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા હેઠળની પ્રાંત કચેરી સંતરામપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમીન કોઠારી મહીસાગર


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પ્રાંત અધિકારી એસ જે ભરવાડ તથા પ્રાંત કચેરીના સ્ટાફગણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ સંતરામપુર એ સી રાઠોડ. વનપાલ સંતરામપુર એચ આર પાંડોર તથા વનરક્ષક સંતરામપુર શ્રીમતી એસ ડી પારગી તથા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંતરામપુર ના પ્રમુખ યોગેશભાઈ ભોઈ મંત્રી મયુરભાઈ ડામોર તથા ઉમેશભાઈ ભોઈ અતુલભાઇ ડામોર અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ પ્રાંત કચેરી ના પટાંગણમાં કરવામાં આવ્યો હતો .”વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” “એક પેડ માં કે નામ” આપણે સૌ મળી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સંકલ્પ લઈએ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ અસરો હવે આપણે સૌ અનુભવી રહ્યા છીએ આ ઘાતક પડકારોનો સામનો કરવો જરૂરી છે કે પર્યાવરણના સંરક્ષણ માટે હવે આપણે સૌ સાથે મળીને નક્કર પગલાં લઈએ. આજના દિવસે આપણે સૌ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ.

Back to top button
error: Content is protected !!