મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એસએમસીની બેઠક મળી …
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એસએમસીની બેઠક મળી ….
અમીન કોઠારી
મહિસાગર…..
મુખ્યમંત્રીએ એસએમસીના સભ્યો સાથે શાળાની કામગીરી અંગે ચર્ચા કરી સમિતિના સભ્યો સાથે શાળા અને જિલ્લાના શૈક્ષણિક વિકાસ સબંધિત બાબતો અંગે સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત એસએમસીના સભ્યો અને બાળકોના વાલીઓને સ્વચ્છતાને અગત્યતા આપવા, લોકલ વસ્તુઓના વપરાશને પ્રાધાન્ય આપવા તથા રોજિંદા જીવનમાં યોગ જેવી સુટેવોને અપનાવવા જણાવ્યું હતું. જેથી વાલીઓને જોઈને આ પ્રકારની સારી ટેવોનું બાળકોમાં પણ સરળતાથી સિંચન થઇ શકે.
મુખ્યમંત્રીએ સભ્યોને પોતાની રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની જવાબદારીઓને સમજ સૂઝથી નિભાવવા અને વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવામાં સહભાગિતા આપવા અનુરોધ કર્યો હતો.
સમિતિના સભ્યોએ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક વિકાસની વાત કરી દરેક જરૂરી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ બેઠકમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માલણપુર ગામના આદિવાસી અગ્રણી રામુભાઈ ડામોરના નિવાસસ્થાને સાદગીપૂર્ણ ભોજન લીધું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત રાજ્ય સરકારની સમાવેશી વિકાસની પ્રતિબદ્ધતા અને છેવાડાના માનવી સાથે જોડાણ સાધવાના પ્રયાસોને ઉજાગર કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રામુભાઈ ડામોર અને તેમના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો અને તેમની સુખાકારી અંગે પૂછપરછ કરી હતી.
મુખ્યમંત્રી એ કડાણા ડેમ ની પણ મુલાકાત લીધી હતી ને ડેમ સંબંધિત વિવિધ પ્રકારની માહિતી સંબંધીત અધિકારી ઓ પાસેથી મેળવી ને જળસપાટી ની પણ જાણકારી મેળવી હતી.