સંતરામપુર નગરમાં મેઇન બજાર વિસ્તારમાં આવેલા જૂના મકાન ની દીવાલ અચાનક જ ધરાશાયી થતા– એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.
સંતરામપુર નગરમાં
મેઇન બજાર વિસ્તારમાં આવેલા જૂના મકાન ની દીવાલ અચાનક જ ધરાશાયી થતા– એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર શહેરના મેઇન બજાર વિસ્તારમાં આવેલ દરજી જીતેન્દ્રભાઈનું વર્ષો જૂનું નિવાસ મકાન તાજેતરમાં
સાંજના અંદાજે 07:00 કલાકે તેમના રહેવાવાળા મકાન ની દીવાલ અચાનક ધરાશાય થઈ જતાં . તેમા ઘટનાના સમયે મકાનમાં રહેનાર જીતેન્દ્રભાઈ દરજી પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા. અને તેઓ પોતાનું કામ પતાવી ને અંદર જતા દીવાલ અચાનક ધરાશાયીથતા તેઓ દીવાલ નીચે દબાઈ ગયા હતા.
અને ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝડપી પગલાં ભરીને લોકો એ તેમને બહાર કાઢી બચાવ કર્યો હતો.જીતુભાઈને સામાન્ય ઇજાઓ પહોંચતાં તરત જ નજીકની ખાનગી હોસ્પિટ
લમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના પછી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
આ મકાનની દીવાલ અચાનક ધસી પડવાના કારણ ની કોઈ માહિતી જણાતી નથી.