MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાનું વેણા ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી બન્યું

રિપોર્ટર…
અમીન કોઠારી :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના વેણા ગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માં સહભાગી બન્યું
—-
છેવાડાના માનવીના જીવનસ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકાર સંકલ્પબધ્ધ :- મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર

મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વેણા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. શાળાના બાળકોના સંગીતમય આવકાર અને કુમકુમ તિલક સાથે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબધ્ધ છે. સરકારે મહિલાલક્ષી, ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબુત કરવાનુ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોએ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના પ્રેરક સંદેશા તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા સામુહિક શપથ લીધા હતા. કાર્યક્રમમાં પહોંચતા ‘ધરતી કરે પુકાર કે’ થીમ હેઠળ શારીરિક અને પ્રાકૃતિક સંપદાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે મિશન મંગલમ દ્વારા રજૂ કરાયેલા નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતુ. આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા બદલાવી કહાનીને ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા. ખેતીવાડી,આરોગ્ય, આંગણવાડી, બેન્કના સ્ટોલનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ આશાબેન ખાંટ,તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ પટેલ, સરપંચ જતીનભાઈ પાદરીયા, સ્થાનિક અગ્રણીઓ, બાલ લગ્ન પ્રતિબંધક અધિકારી ભાર્ગવી નિનામા, મોટી સરસણ બેન્ક મેનેજર,મા.શાળા આચાર્ય ગીરીશભાઈ પટેલ,પ્રા.શાળા આચાર્ય જીગરભાઈ ભટ્ટ, સંચાલન બાબુભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગ અધિકારીઓ-કર્મચારીઓ શાળા પરિવાર સહિત લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!