મહીસાગર જિલ્લામાં માનગઢ, ડાયનાસૌર પાર્ક આઈકોનીક સ્થળો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો એ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
મહીસાગર જિલ્લામાં માનગઢ, ડાયનાસૌર પાર્ક આઈકોનીક સ્થળો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો એ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
અમીન કોઠારી મહીસાગર….
વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થતિમાં એક “પૃથ્વી, એક સ્વાસ્થય માટે યોગ” ની થીમ સાથે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો.હતો કાર્યક્રમ શરૂ કરતાં પહેલા ૧૨ જૂન ના રોજ થયેલ અમદાવાદ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાડવામાં આવ્યું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ એજણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૧૭૭ દેશોની સર્વસંમતિથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા અપાઈ, જે આપણા દેશ માટે ગૌરવની વાત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વડાપ્રધાનએ વિશ્વભરમાં જે રીતે યોગને માન્યતા અપાવી છે, એનું પરિણામ છે કે આજે સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ સાથે પોતાના જીવનને આરોગ્યમય બનાવી રહ્યા છે. ત્યારે યોગ દિવસ એ માત્ર એક તારીખ તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે શાંતિમય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આપણે નિયમિત યોગ કરવો જોઈએ.
ઉલ્લેખનિય છે કે મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તથા જીલ્લાના આઇકોનિક સ્થળો માનગઢ હીલ, ડાયનાસોર પાર્ક ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટ્નમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વિતામુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજયકક્ષાના યોગદિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર સી. વી. લટા., લુણાવાડા નગર પાલિકા પ્રમુખ કિરતીભાઈ પટેલ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,.