BHARUCHGUJARATJHAGADIYA

મોંઘાદાટ ખાદ્યતેલ સામે આદિવાસીઓ માટે આર્શિવાદ રૂપ છે મહુડાનું તેલ.

મોંઘાદાટ ખાદ્યતેલ સામે આદિવાસીઓ માટે આર્શિવાદ રૂપ છે મહુડાનું તેલ.

 

ઝઘડીયા પંથકના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરી રહ્યા છે..

 

 

આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.

 

 

 

હાલ આદિવાસીઓ ડોળી માંથી તેલ કઢાવા ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે તેલ કાઢનાર ની ત્યાં લાઈન લગાવી રહ્યા છે. મોંઘદાટ સીંગતેલની અવેજી મા ડોળીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં સસ્તું પડે છે.સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ ઘર ઘર મા આખુ વર્ષ માટે ભરી રાખે છે.માલીશ માટે અને ખાવામા વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે.સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે. પણ આદિવાસીઓ ડોળીનું તેલ વાપરે છે. આદિવાસી ઓ માટે સસ્તું અને આરોગ્ય વર્ધક ડોળીનું તેલ કેવી રીતે વાપરે છે. ઝઘડીયા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળી ને વીણી તેને ફોડી તેને સુકવી ને કોથળા, થેલા ભરી લે છે.હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામા ડોળી ભરી ને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે. સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે. પછી એ ડબ્બા મા ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે. અને ખાદ્ય તેલ તરીકે આખુ વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે આદિવાસીઓને ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે. કારણકે મહુડા ફળ ડોળીએ જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે.માત્ર તેલ પિલવાનો ખર્ચ ન જેવો હોવાથી સરવાળે આદિવાસીઓ ને આ તેલ સાવ મફતમાં પડી રહે છે.આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે. અને આદિવાસી ઓ માટે આ તેલ અમૃત સમાન છે ખાસ કરીને માલીસ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાઓ ક્યારેય બીમાર પડતા નથી.હાલ ઉમલ્લા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે.તેલ ખાતી વખતે કડવાશકે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી છેઅને તેમાં થોડી લસણની કળીઓ નાંખી તેને કકડાવી લે છે ત્યાર બાદ તેનો ખાવામા ઉપયોગ કરાય છે. આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button