GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના મલાવ ગામે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન સમારોહ યોજાયો
તારીખ ૧૫/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
નવા વર્ષની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે ભાજપ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું વિધાનસભા વાઇઝ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકાના મલાવ ગામના સુપ્રસિદ્ધ કૃપાલુ આશ્રમ ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિતિ વચ્ચે સ્નેહ મિલન કાર્યક્રમનુ કાલોલ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષ નિમિતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયર,પંચમહાલ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પડ્યા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી સહિત કાલોલ તાલુકા સંગઠન સાથે કાલોલ શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટીસંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.