GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ગૌવંશ કતલના વિરોધમાં માલધારી સમાજ મેદાને: મામલતદારને આવેદનપત્ર પાઠવી સજાની કરી માગણી.

તારીખ ૩૦/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે ગેરકાયદેસર ગૌવંશ કતલખાના ઝડપાવાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હિન્દુ સમાજમાં પવિત્ર ગણાતી ગાય ની કત્લ કરતા તત્વો સામે ગઈકાલે પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ અને આજે ગૌ હત્યાની ઘટનાના વિરોધમાં સમસ્ત કાલોલ તાલુકાના માલધારી સમાજ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર સોંપીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.

ગત ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ કાલોલના કસ્બા અને સડક ફળિયા વિસ્તારમાં કાલોલ પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ઘરોમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જીવંત ગૌવંશને ઉગારી લીધા હતા અને આ કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને સમાજે બિરદાવી છે.

આ ઘટનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે. આ મામલે કાલોલના માલધારી સમાજ દ્વારા મામલતદાર વિકાસ પટેલ ને તાત્કાલિક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. 1 કડક સજા અને મકાનો સીલ કરવા: અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ‘ગુજરાત ગૌવંશ હત્યા પ્રતિબંધ અધિનિયમ-૨૦૧૧’ હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવે, તેમજ જે મકાનોમાંથી ગૌવંશ અને માંસ પકડાયું છે તે મકાનોને સીલ કરી આકરો દંડ ફટકારવામાં આવે. 2 વિજિલન્સ તપાસની માંગ: કાલોલ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે.3 જાગૃતિ અને સુરક્ષા: ભવિષ્યમાં આવી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન બને તે માટે ગામ સ્તરે જાગૃતિ લાવવામાં આવે.

આ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ પંચમહાલ-ગોધરાના કલેક્ટરને પણ યોગ્ય નિર્ણય અને કડક પગલાં ભરવાની અપેક્ષા સાથે રવાના કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!