ARAVALLIGUJARATMODASA

પરિવાર સાથે મિલન : અભયમ ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બિમાર મહિલાને બચાવીને ભારત સરકારના સખી વન સ્ટોપને સોંપી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

-પરિવાર સાથે મિલન : અભયમ ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બિમાર મહિલાને બચાવીને ભારત સરકારના સખી વન સ્ટોપને સોંપી

અરવલ્લી જિલ્લામાંથી ગત ૩૦ જૂનના રોજ અભયમ ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બિમાર મહિલાને બચાવીને ભારત સરકારના સખી વન સ્ટોપને સોંપી હતી…જેને આજરોજ પરિવારજનો સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા….

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યા છે…જેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસામા જોવા મળ્યું છે…ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની એક બે સંતાનોની માતા ૨૦ દિવસ પહેલા ગુમ થઈ હતી તે ગુજરાતના મોડાસા ખાતે ચાર રસ્તા વિસ્તારમાંથી અભયમ ટીમને મળી હતી….જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી હતી..જ્યાની ટિમ દ્વારા મહિલાના માનસિક બીમાર મહિલાની દવા કરવામાં આવી..ઘરનું સરનામું આપે ત્યાં સુધી એના ભોજનથી લઈ અને તમામ પ્રકારની માવજત કરવામાં આવી હતી…ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી આવેલી મહિલાને વિતેલી બાબતોની માહિતી લઈ આખરે સ્વસ્થ લાગ્યા તેનું સરનામું મેળવ્યું હતું…અને ત્યારબાદ સખી વન સ્ટોપ અલીગઢ ખાતે સંપર્ક કરીને તેના પતિનો સંપર્ક કરવામાં આવતા તેઓ આજરોજ ઉત્તર પ્રદેશથી મોડાસા આવી પહોચ્યા હતા…સખી વન સ્ટોપ કેન્દ્રની કર્મચારીઓ પીડિત મહિલાને પોતાની બહેનની જેમ રાખી ૧૩ દિવસ સુધી તેની સેવા કરી હતી…દવા થી લઈ ભોજન સુધી અને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ હતી… મહિલાની પતિ આવતા પરિવાર સાથે મેળાપ કરવામાં આવ્યો હતો…સખી વન સ્ટોપની આ કામગીરીનો ભાગ છે પણ છેલ્લા ૧૩ દિવસથી સતત સાથે રહી એક પરિવારને જોડવાનું મોટું કામ આ કેન્દ્રની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે….આખરે હવે પીડિત મહિલા ઉત્તર પ્રદેશમાં હાથરસમાં પોતાના બાળકોને મળશે

Back to top button
error: Content is protected !!