GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગોંડલ ઉદ્યોગ ભારતી સહીત અનેક સંસ્થાઓ, શોપ અને રેસ્ટોરમાં મતદાન કરનારને મળશે વળતર

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: લોકશાહીનો અવસર ખરેખર મહાઉત્સવ બનવા જઈ રહ્યો હોય તેમ અનેક સંસ્થાઓ દુકાનદારો અને રેસ્ટોરાં મતદાતાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવા લોકોને મતદાન માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

ગોંડલ ખાદી ગ્રામોદ્યોગ સંચાલિત ઉદ્યોગ ભારતીએ ૭ ટકા વળતર ની જાહેરાત કરી છે. ધોરાજી ખાતે જનઔષધિ કેન્દ્ર ખાતે ૭ ટકા વળતર, ધોરાજી ખાતે પેટ્રોલ પંપ પર ઓઈલની ખરીદીમાં ૫૦ ટકા સુધીનું વળતર, ઉપલેટા ખાતે વેપારીઓ દ્વારા વળતર આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ રાજકોટના ભાભા હોટેલ, અડિંગો રેસ્ટોરન્ટ, ફર્ન દ્વારા ૭ થી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત કેટલાક બ્યુટી પાર્લર, કરિયાણા શોપ દ્વારા પણ મતદાન કરનાર મતદાતાઓને છૂટ આપવાની પહેલ દર્શાવી લોકશાહીને મજબૂત બનાવવા મતદાતાઓ આગળ આવે તે માટે આગળ આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ વિવિધ એસોસિએશન સાથે બેઠકો કરી મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા લોકો આ પ્રકારે વળતર આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!