DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર પર મીડિયા સેમિનારનું આયોજન: પત્રકારો સાથે ખાસ સંવાદ 

તા.૧૯.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર પર મીડિયા સેમિનારનું આયોજન: પત્રકારો સાથે ખાસ સંવાદ

દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર ખાતે પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે આ વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલિકા અને વરિષ્ઠ પત્રકારોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ સેમિનારમાં જિલ્લાના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વર્તમાન સમયમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા અને સમાજ નિર્માણમાં પત્રકારોના યોગદાન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સતત દોડધામ અને તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરતા પત્રકારો માટે ‘રાજયોગ મેડિટેશન’ અને આધ્યાત્મિક જીવનશૈલી કેવી રીતે મદદરૂપ બની શકે, તે અંગે નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન અપાયું હતું.સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા બદલ ઉપસ્થિત તમામ પત્રકારોને બ્રહ્માકુમારી પરિવાર તરફથી ઈશ્વરીય સોગાદ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે પત્રકારોએ રાજયોગના અભ્યાસ દ્વારા અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ કર્યો હતો, તેમજ સમાજમાં સદ્ભાવના ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.

Back to top button
error: Content is protected !!