BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પ:અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે 89 પોલીસકર્મીઓની તપાસ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતા પોલીસકર્મીઓના આરોગ્યની કાળજી લેવા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસ મથકના સંયુક્ત પ્રયાસથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું સફળ આયોજન થયું. કેમ્પમાં વિવિધ પોલીસ ચોકી વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. કુલ 89 પોલીસકર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો.
દરેક પોલીસકર્મીનું બ્લડ અને યુરિન ટેસ્ટ કરવામાં આવ્યા. આ પહેલથી પોલીસકર્મીઓના આરોગ્યની નિયમિત તપાસ થઈ શકશે અને તેમને સમયસર યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહેશે.

Back to top button
error: Content is protected !!