ગોધરા એસ.ટી. વિભાગીય કચેરીના વિભા.યાંત્રાલાય ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
અંદાજે ૧૫૦ થી વધુ અધિકારી- કર્મચારીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, મંગળવાર ::* ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ ગોધરા તેમજ નશાબંધી અને આબકારી નિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે મેડિકલ કેમ્પ વિભાગીય નિયામકની કચેરી, વિભા.યાંત્રાલય, ગોધરા ખાતે યોજાયો હતો.
જેમાં અધિકારી ગણ સહિત લેબર શાખાના સ્ટાફગણ, વિભાગીય કચેરીનો સ્ટાફ, વિભાગીય વર્કશોપના મેકેનિક સ્ટાફ, ગોધરા ડેપોના સ્ટાફ સાથે મળી અંદાજીત ૧૫૦ જેટલા કર્મચારી અધિકારીઓના બ્લડ પ્રેશર (રક્તચાપ) ડાયાબીટીસ(મધુમેહ)ની અને એમ.ડી (મેડિસિન) ડૉ.શ્રી હર્ષિલ શાહ દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમની સાથે ખાડી ફળિયાના મેડીકલ ઓફીસર અને તેઓની ટીમ દ્વારા પણ મેડિકલ તપાસની કામગીરીમાં સહયોગ કરવામાં આવ્યો હતો.
આ મેડિકલ કેમ્પમાં તેમજ STના HMO શ્રી શર્મા, વિભાગીય નિયામકશ્રી ડામોર, સીનીયર લેબર ઓફીસરશ્રી જી.એમ.ચોપડા, લેબર શાખાના સ્ટાફગણ સાથે વિભાગીય કચેરીનો સ્ટાફ, વિભાગીય વર્કશોપના મેકેનિક સ્ટાફ, ગોધરા ડેપોના સ્ટાફ સાથે મળી અંદાજીત ૧૫૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહપુર્વક હાજર રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો