MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં પ્રોજેક્ટ ‘જતન’ હેઠળ 588 કુપોષિત બાળકોને પોષણ કીટો અપાઈ

વિજાપુર તાલુકામાં ICDS-સદભાવ ફાઉન્ડેશનનો સંયુક્ત ઉપક્રમ : IRCTCના CSR ફંડ હેઠળ 7.5 કિલોની પોષણ કીટ અપાઈ

વિજાપુર તાલુકામાં પ્રોજેક્ટ ‘જતન’ હેઠળ 588 કુપોષિત બાળકોને પોષણ કીટો અપાઈવિજાપુર તાલુકામાં ICDS-સદભાવ ફાઉન્ડેશનનો સંયુક્ત ઉપક્રમ : IRCTCના CSR ફંડ હેઠળ 7.5 કિલોની પોષણ કીટ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં કુપોષણ સામેની લડતને વધુ વેગ આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની ICDS તથા સદભાવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ ‘જતન’ અંતર્ગત 588 કુપોષિત અને ઓછું વજન ધરાવતા બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂની તાલુકા પંચાયતના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોના પોષણ અને તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ હતી.
IRCTCના CSR ફંડ હેઠળ આપવામાં આવેલી 7.5 કિલોની પોષણ કીટમાં બાળકોના શારીરિક વિકાસ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. SAM, MAM, SUW અને MUW કેટેગરીમાં આવતા બાળકોને આ કીટનો લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં CDPO ગઝલબેન, IRCTCના રોશન ગુપ્તા અને સુયશ ચતુર્વેદી તેમજ સદભાવ ફાઉન્ડેશનના પ્રમુખ ઔરંગ પટેલ, તેજસ પટેલ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થી બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને નિયમિત અને પોષણયુક્ત આહાર મળી રહે તો તેમના સ્વસ્થ શારીરિક વિકાસ સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થઈ શકે છે. કુપોષણ સામેની લડતમાં સરકારી તંત્ર સાથે સામાજિક સંસ્થાઓ અને CSR ફંડની ભાગીદારીથી હાથ ધરાયેલી આ પહેલને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. પ્રોજેક્ટ ‘જતન’ હેઠળ પોષણ કીટના નિયમિત ઉપયોગ થકી લાભાર્થી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!