વિજાપુર તાલુકાના ખરોડ ગામે નૂતન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા તદ્દન વિનામૂલ્યે સારવાર માટે
આંખો માટે કેમ્પ યોજાયો
150 થી વધુ દર્દીઓના આંખો ની તપાસ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ પુસ્તકાલય ખાતે નૂતન આર્યુવેદિક હોસ્પીટલ દ્વારા વિનામૂલ્ય આંખોનો સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં 150 થી આંખો ના દર્દીઓ ની નૂતન હોસ્પીટલ ના અનુભવી ડોકટર ની ટીમ દ્વારા તપાસ કરવા મા આવી હતી.ખરોડ ગામે નૂતન આયુર્વેદિક હોસ્પિટલ ના ડોકટર રવિના બારીયા ડોકટર દર્શના વેકરીયા દ્વારા આંખો ના રોગ થી પીડાતા દર્દીઓ માટે તદ્દન વિના મૂલ્ય આંખો ની તપાસ કરવા મા આવી હતી. જેમાં 150 જેટલા આંખો ના દર્દીઓ ની તપાસ કરી જે લોકોને મોતિયાના ઓપરેશન ની જરૂરી એવા દર્દીઓ ને સારવાર માટે મોકલવાની તજવીજ હાથ ધરાઇ હતી જેમાં તપાસ દરમ્યાન મળી આવેલ ૧૫ દર્દી ને મોતિયો દેખાતા એમને ઓપરેશન માટે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જેનો તમામ ખર્ચ હોસ્પિટલ તરફથી તદ્દન મફત કરવામાં આવશે આ કેમ્પ મા ગામના પ્રજાપતિ મુકેશ ભાઈ અને દીક્ષિત પટેલે સેવાઓ પૂરી પાડી હતી. જેનો ગ્રામજનો એ ભરપૂર લાભ લીધો હતો.