MEHSANAVIJAPUR

ગૌમાતા ને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવા ગૌ સુરક્ષા ને મુદ્દે વિજાપુર નાયબ મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપ્યું. ગૌ હત્યા બાબતે કડક કાયદો બનવવા ની માંગ કરી

ગૌમાતા ને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવા ગૌ સુરક્ષા ને મુદ્દે વિજાપુર નાયબ મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપ્યું.
ગૌ હત્યા બાબતે કડક કાયદો બનવવા ની માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
“ગો સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત દેશભરના સંત સમાજ, ગૌસેવકો અને જાગૃત નાગરિકો દ્વારા ભારતીય દેશી ગૌવંશને “રાષ્ટ્રમાતા” અથવા “રાષ્ટ્ર આરાધ્યા” તરીકે સંવિધાનિક દરજ્જો આપવા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગૌસેવા માટે અલગ મંત્રાલય રચવાની માંગ સાથે રાષ્ટ્રપતિ ને સંબોધિત આવેદનપત્ર શ્રી શ્રી 1008 મહા મંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજ ના રાહદારી હેઠળ વિજાપુર નાયબ મામલતદાર હરીશ ભાઈ પંડીત ને આપી વિવિધ માંગણી સાથે રજુઆત કરવમાં આવી હતી.આ આવેદનમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 48 અને 51A (g) નો ઉલ્લેખ કરી ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને સંચાલન માટે દેશવ્યાપી એકસમાન કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. અભિયાન સાથે જોડાયેલા સંતો અને ગૌભક્તોએ જણાવ્યું હતું કે ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ કૃષિ, પર્યાવરણ, ગ્રામિણ અર્થતંત્ર અને સાતત્યપૂર્ણ વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે.
આવેદનમાં ગૌવધ પર કડક પ્રતિબંધ, ગૌ તસ્કરીને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવા, ગૌવંશ માટે કેન્દ્રિય ગૌસેવા મંત્રાલય રચવા અને દેશભરમાં ગૌશાળા તથા નંદીશાળાની સ્થાપના જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સાથે જ પંચગવ્ય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, શાળાના પાઠ્યક્રમમાં “ગો-વિજ્ઞાન”નો સમાવેશ કરવા અને રાષ્ટ્રીય તથા રાજ્ય માર્ગો પર ગૌવંશ માટે એમ્બ્યુલન્સ તથા ટ્રોમા સેન્ટર ઉભા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
અભિયાનના કાર્યકરોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા બ્રજ ક્ષેત્રમાં ગોપૂજન કરાયા બાદ ગૌપ્રેમીઓમાં નવી આશા જાગી છે અને હવે દેશી ગૌવંશને રાષ્ટ્રીય સ્તરે વિશેષ સંરક્ષણ મળે તેવી અપેક્ષા છે.આવેદન પત્રમાં દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ગૌવંશના સંરક્ષણ માટે તાત્કાલિક નીતિગત અને કાનૂની પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. “ગો સન્માન આહ્વાન અભિયાન” દ્વારા દેશભરના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!