TANKARA:ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાશે

TANKARA:ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાશે
બાબરીયા સુરાપુરાધામ, ટોળ અમરાપર રોડ, નદી પાસે, ટંકારા મુકામે આગામી તા. ૨૮/૧૨/૨૦૨૫ રવિવારે બપોરે ૨.૦૦ કલાકે થી મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના માધ્યમથી મોરબી જીલ્લામાં આવેલ તમામ તાલુકા જેમાં મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, હળવદ તાલુકા, માળીયામિયાણાં તાલુકા, ટંકારા તાલુકા આ પાંચેય તાલુકાના ગામે-ગામે ચાલતા સમસ્ત કોળી સમાજના જુદ-જુદા મંડળો, ગ્રુપો, વિવિધ સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન રાખેલ છે. આ સ્નેહમિલનમાં મોરબી જીલ્લા વિસ્તારના ધાર્મિક, સામાજીક, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, પોલીસમિત્રો, વિવિધક્ષેત્રના સરકારી કર્મચારીઓ, પત્રકારો તેમજ સમાજના સર્વે ભાઈઓ-બહેનો, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ, પોતાનીરીતે સ્વેચ્છાએ ઉપસ્થિત રહેવા ખાસ અનુરોધ છે. આ સ્નેહમિલનનું આમંત્રણ ફકત પ્રેસ મીડીયા અને સોશ્યલ મીડીયાના માધ્યમથી ઈ-નિમંત્રણ સ્વિકારી લેવા સૌ ને અપીલ કરવામાં આવે છે. આ સ્નેહમિલન મુખ્ય હેતુ કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવુ તેમજ આજની નવી પેઢી શિક્ષિતબને, વ્યસનમુકતબને તે બાબતે ખાસ ચર્ચા-વિચારણા કરવી અને ટંકારા આંગણે ૧૦ ફેબ્રુઆરીએ સમુહલગ્ન સાથે નાત જમણવારનું આ આયોજનની વિવિધ વ્યવસ્થા બાબતે આ સ્નેહમિલન અયોજન કરેલ છે. વિશેષ માહિતી માટે મો. ૯૦૩૩૫ ૧૮૦૯૦૯, ૯૧૦૬૫ ૧૮૧૮૯ પર સંપર્ક કરવા વિનંતી










