કડી કસ્બા વિસ્તાર માં રહેતી સાત વર્ષની બાળકીએ રમજાન માસનુ રોજો રાખી લોકોને સબ્ર નો ઉદાહરણ પુરુ પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી શહેરના કસ્બા મા રહેતા અસ્લમમીયા કાઝી ની સાત વર્ષની દીકરી આરજુ અસ્લમ મીયા કાઝી એ રમજાન માસ માં રોજા રાખી લોકોને સબ્ર અને ધીરજ નો ઉદાહરણ પુરુ પાડ્યું છે.મુસ્લીમ ધર્મમાં અગીયાર વર્ષ ની ઉપર ના બાળકો ઉપર રોજા રાખવા ફરજ બને છે . ત્યારે સાત વર્ષની અસ્લમ મીયા કાઝી ની દીકરી આરજુ કાઝીએ રમજાન માસ ની રાત્રી એ શહેરી અને સાંજે ઉપવાસ ખોલવા ના સમય સુધી માતા પિતા ની સતત દેખરેખ હેઠળ ઉપવાસ કર્યા હતા. હાલમાં મુસ્લીમ સમાજ ના કેટલાંક યુવક યુવતીઓ રોજા રાખવા માટે અસમર્થતા જાહેર કરે છે ત્યારે આ દીકરીએ ઉનાળાની ગરમી શરૂઆત મા રોજા રાખી સમાજના લોકોને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.