MEHSANAVIJAPUR

તંત્રની અણ આવડત નો તાદ્રશ્ય નમૂનો કડી તાલુકાના સુજાતપુરા રોડ ઉપર નવીન બનેલ અન્ડર બ્રિજમાં પાણી ભરાતા મૃતક ની સ્મશાન યાત્રા પાણી મા ચાલીને લઇ જવી પડી

તંત્રની અણ આવડત નો તાદ્રશ્ય નમૂનો
કડી તાલુકાના સુજાતપુરા રોડ ઉપર નવીન બનેલ અન્ડર બ્રિજમાં પાણી ભરાતા મૃતક ની સ્મશાન યાત્રા પાણી મા ચાલીને લઇ જવી પડી
અહી થી અવર જવર કરતા વિદ્યાર્થીઓ અને રહીશો પણ પરેશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા નવીન અન્ડર બ્રિજ બનાવવામાં આવેલો છે. નવીન અન્ડરબ્રીજ બનતા ની સાથે જ ચોમાસામાં આ બ્રિજ માથાનો દુખાવો સમાન થઈ ગયો છે. બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બ્રિજ ની બાજુમાં આવેલ મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતા પરિવારજનો દ્વારા આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ (પાલખી) અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી હતી.છેલ્લા છ મહિનાથી કડી શહેરમાં બ્રોડગેજ રેલ્વે લાઈનનું રેલવે વિભાગ દ્વારા કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારમાં લોકો ત્રાહિમમાં પોકારી ઊઠ્યા છે જ્યારે કડી શહેરમાં આવેલ વિવિધ ફાટકો બંધ કરીને અનેક સ્થળ ઉપર અંડર બ્રિજ અથવા તો નાળા બનાવી દેવામાં આવેલા છે. જ્યાં ચોમાસાની સીઝન શરૂ થતા ની સાથે જ આ નવીન બનાવેલ નાળા અને અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અને તંત્ર દ્વારા પાણીનો નિકાલ સમયસર ન કરાતા વાહનચાલકો તેમજ આજુબાજુમાં રહેતા રહીશો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા થોડાક મહિનાઓ અગાઉ નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે જ્યાં બ્રિજની બાજુમાં જ મિલની ચાલી આવેલી છે તેમજ તેની બાજુમાં કડી તાલુકા અને શહેરનું તેમજ જિલ્લાનું સૌથી મોટું કેમ્પસ આવેલું છે. સર્વ વિદ્યાલય કેમ્પસમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. જ્યાં અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે તેમ જ મિલની ચાલીમાં રહેતા લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે તેમ જ મિલની ચાલીમાં જવાનો માત્ર અન્ડરબ્રીજમાં થઈને જ એક જ રસ્તો છે જ્યાં બ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.સુજાતપુરા રોડ ઉપર આવેલ મિલની ચાલીમાં રહેતા ચંદુજી ઠાકોર નું અવસાન થયું હતું જ્યાં મિલની ચાલીમાં આવવા જવાનો માત્ર એક જ રસ્તો છે તે પણ અંડર બ્રિજમાં થઈને, જ્યાં બે દિવસથી વરસાદી વાતાવરણ માં વરસાદ ખાબકતા અન્ડર બ્રિજમાં માથાડા સમા પાણી ભરાઈ ગયા હતા જ્યાં ચંદુજી ઠાકોરના પરિવારજનો તેમજ રહીશો દ્વારા તેમની પાલખી અન્ડર બ્રિજમાં ભરાયેલા કેળ સમા પાણીમાંથી લઈને જવાનો વારો આવ્યો હતો. મિલની ચાલીમાં રહેતા ગૌરીબેન ઠાકોરે કહ્યું હતું કે, આ અંડર બ્રિજ બનવાથી અમને બહુ જ તકલીફ પડી રહી છે. બે દિવસ પહેલા મારા ભાઈનું અવસાન થયું હતું જ્યાં આવા જવા માટે કોઈ જ રસ્તો હતો નહીં તેથી તેમને અન્ડર બ્રિજમાં ભરાયેલા પાણીમાંથી લઈને જવાનો વારો આવ્યો હતો. અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવાથી લોકોચારે આવતા અમારા મહેમાનોને પણ બહુ જ તકલીફ પડે છે અમારે આવવાનું જવાનું ક્યાંથી?અમારી એક જ માગણી છે કે અમને સારો રસ્તો કરી આપો આવા જવામાં કોઈ જ તકલીફ ન પડે તેમ જ અમારા મહેલ્લામાં કદાચ કોઈ માદુ પડી હોય તો આ પાણીમાં થઈને લઈ જવું પડે છે તેમજ 108 એમ્બ્યુલન્સ તેમજ કોઈ વાહનોને આવવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં.મિલ ની ચાલીમાં રહેતા મુકેશજી ઠાકોરે જણાવ્યું હતું કે અન્ડર બ્રિજ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલો છો જેથી અમોને ખૂબ જ તકલીફ પડે છે, અમારા ચાલીમાં રહેતા ચંદુજી ઠાકોર નું અવસાન હતા તેમને આ અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં થઈને લઈ જવાની ફરજ પડી હતી. અને સામાન્ય વરસાદ પડવાની સાથે જ આ બ્રિજમાં પાણી ભરાઈ જાય છે અને બાળકોને સ્કૂલમાં જવાની પણ બહુ જ તકલીફ પડે છે. બ્રિજમાં પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ પણ ખૂબ વધી જતાં રોગચાળાની શક્યતા પણ રહે છે.

Back to top button
error: Content is protected !!