MEHSANAVIJAPUR

વિજાપુર ITI ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો 16 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ જોડાયા, 72 તાલીમાર્થી ઓની એકથી વધુ એકમોમાં પ્રાથમિક પસંદગી

વિજાપુર ITI ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો
16 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ જોડાયા, 72 તાલીમાર્થી ઓની એકથી વધુ એકમોમાં પ્રાથમિક પસંદગી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લેબર સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગ અંતર્ગત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) વિજાપુર ખાતે એક્સ ઓફિસ-આસી એપ્રેન્ટિસ એડવાઈઝર, ITI વિસનગરના સહયોગથી એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરતી મેળામાં વિજાપુર તાલુકાના વિવિધ 16 ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ITI ના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ એકમોના પ્રતિનિધિઓ દ્વારા તાલીમાર્થી ઓની લાયકાત, કૌશલ્ય અને જરૂરિયાતના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 72 તાલીમાર્થી ઓની એક કરતાં વધુ ઔદ્યોગિક એકમોમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલીમાર્થીઓ તેમજ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને એપ્રેન્ટિસ એક્ટ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા એપ્રેન્ટિસ તાલીમ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ભરતી મેળાના આયોજનથી ITI તાલીમાર્થીઓને તાલીમ બાદ રોજગારની તકો મેળવવા માટે સીધા ઔદ્યોગિક એકમો સાથે જોડાવાની તક મળી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન સરકારી ITI વિજાપુરના સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતા ભરતી મેળો સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!