MEHSANAVADNAGAR

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.

વિવિધ વિકાસ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા આવે.

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર, વડનગર

વડનગર હાટકેશ્વર મંદિર ખાતે આયોજિત કાર્યક્રમ બાદ તોરણ હોટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પ્રોજેક્ટ સંબંધિત જરૂરી સૂચનો, માર્ગદર્શન આપ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રીએ વડનગર ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટની કામગીરીનો અહેવાલ મેળવી વિવિધ વિકાસ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં વડનગરમાં ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ વિશે સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ એમ થેન્નારસન, પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન નિગમના એમડી શ્રીમતી એસ. છાકછુઆક, ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર એન.એન.પટેલ, યુ.જી.વી.સી.એલ.ના એમડી અરુણ મહેશ બાબુ, જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમના ડાયરેક્ટર પંકજ શર્મા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!