MEHSANAVIJAPUR

વિજાપુર નજીક ઋષિવન ખાતે આરોગ્ય અને કાયદા મંત્રીશ્રીના હસ્તે પર્યાવરણ પ્રેરણા ૨ નું વિમોચન કરાયું પાર્ક સફાઈ કર્મીઓનાં ચરણ ધોઈ સન્માનિત કરાયા

વિજાપુર નજીક ઋષિવન ખાતે આરોગ્ય અને કાયદા મંત્રીશ્રીના હસ્તે પર્યાવરણ પ્રેરણા ૨ નું વિમોચન કરાયું પાર્ક સફાઈ કર્મીઓનાં ચરણ ધોઈ સન્માનિત કરાયા સરકાર દ્વારા ચલાવેલા અભિયાનો સમાજ ઉપાડશે તો અનેક પ્રશ્નો આપોઆપ હલ થશે *આરોગ્ય મંત્રી શ્રી પટેલ*
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નજીક તિરુપતિ વન ખાતે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે આરોગ્ય તબીબી શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ લિખિત પર્યાવરણની પ્રેરણા ૨ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ વેટર મશીન નું
ઉદઘાટન કર્યું હતુ અહીં પ્લાસ્ટિક રેતી સિમેન્ટ ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોકસ બનાવવા કામગીરી કરવામાં આવે છે. જે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદરૂપ બનશે. સાથોસાથ ઋષિકેશ ભાઈ પટેલ ના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જીતુભાઈ પટેલે લખેલા પ્રેરણા પુસ્તક ૨ ના વિમોચન ની શરૂઆત મા પાર્કના સફાઈ કર્મીઓના પગ ધોઈ તેમને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીતુભાઈ એ જણાવ્યું હતું કે, તેઓ અને મંત્રી સાથેના 47 વર્ષની મૈત્રી સંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતુ કે બંને સરકારી નોકરી છોડી લોકોને રોજગારી આપવા માટે વિચાર કરી નવી શરૂઆત કરી હતી જે આજે આ ઋષિવનમાં પરિણમી તેમજ અત્યાર સુધીમાં તેમની અહીં 15 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે 29 પુસ્તકો લખ્યા છે રોડ પર મૃત પ્રાણીઓ ખેંચવાથી લઈ સફાઈ કર્મીઓને વિધવા બહેનોને માન સન્માન અપાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
પર્યાવરણની પ્રેરણા પુસ્તક વિશે તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા છ વર્ષથી મોબાઇલથી સતત દૂર રહ્યા છે અને સારા લેખકોના લેખોને વાંચન કરી તેમના લેખોને સંગ્રહિત કરી ૫૧ જેટલા સુંદર લેખોને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે.આ પ્રસંગે ડોડી ના ઉપનામથી થી ઓળખાતા વૈદ જીતુભાઈએ ઉપસ્થિત મહેમાનોને આપણી ઔષધીઓને તુલસીના મહત્વ વિશે જણાવી કેન્સર જેવા મહારોગને પણ નિવારી શકાય છે તે વિષય માહિતી આપી હતી. આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, જીતુભાઈની પોઝિટિવ બાબત એટલે સરળ ભાષામાં બોલવું લખવું સરળ અને સાદગી છે. પર્યાવરણનું મહત્વ સમજાવી પર્યાવરણની જાળવણી માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી ક્વોલિટી લાઈફ આપવા ઓક્સિજન માટે વૃક્ષોની મહત્તા પાણી બચાવો. જેવા અનેક કામ કરી રહ્યા છે પાણી રોકવાનું કામ કરી સમાજ ઉપયોગી કામો કરી છે આ સાથે તેમણે જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ દરેક જગ્યાએ સમાજને ઉપયોગી અને સમાજને નુકસાન કરતા રેડ સિગ્નલ બતાવી રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક પેડમાં કે નામ ચલાવવામાં આવ્યા છે જો સમાજના દરેક વ્યક્તિ પોતાના સારા ખોટા પ્રસંગે એક વૃક્ષ ભાવે અને ઉછેરે તો પણ દેશમાં કરોડો વૃક્ષોનું વાવેતર થઈ શકે, મિયાવાકી પદ્ધતિ થકી ફોરેસ્ટ નું નિર્માણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ઉપાડેલ અભિયાન ખરેખર અભિનંદનને પાત્ર છે કોઈપણ લાભ વિના આ લોકો પર્યાવરણની જાળવણીનું કામ કરી રહ્યા છે. વધુમાં ઉમેર્યું હતુ કે આજના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે રાસાયણિક ખાતરો બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેના થકી અનેક રોગોમાંથી મુક્તિ મળશે. તેમણે ઉમેર્યું કે બાળક નાનું હોય તેને મોટું થતું જોઈ આનંદ આવે છે તેમ વાવેલા છોડને મોટો થતો જોવાનો પણ એક આનંદ આવશે સરકારના અભિયાનો સમાજ ઉપાડશે તો આપણા સમાજમાંથી કુપોષણ બાળમૃત્યુ માતા મૃત્યુ વગેરે જેવા પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે. તેમણે ઉદાહરણ ટાંકતા જણાવ્યું કે, શ્રીલંકા જેવો નાનો દેશ પણ મેલેરિયા મુક્ત બની શકે છે. સમાજમાં જાગૃતિ આવશે તો અનેક અભિયાનો સફળ બનશે. ઉપસ્થિત અગ્રણીઓને ગ્લોબલ ના શપથ લીધા હતા.આ પ્રસંગે બાબુભાઈ પટેલ, સુમીબેન પટેલ, મીનાબેન પટેલ, નિલેશભાઈ, ઉમેશ બોસમિયા, અહેમદ પઠાણ પાર્કના સફાઈ કર્મીઓ કામદારો તેમજ અન્ય મંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!