
વિજાપુરના રુદ્ર રાવલે જયપુર યુથ સમિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરના યુવા પ્રતિભાશાળી રુદ્ર રાવલે જયપુર ખાતે યોજાયેલ યુથ સમિટમાં ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.જયપુરમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સમિટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી યુવા નેતાઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમિટ દરમિયાન યુવાનો દ્વારા પોતાના વિચારો, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભવિષ્યની રાજનીતિ, નવી દિશાઓ અને યુવાનોની ભૂમિકા અંગે વિચારવિમર્શ થયો હતો।
આ અવસરે રુદ્ર રાવલે ગુજરાતના સર્વાંગી વિકાસ, રાજ્યની રાજનીતિક પરિસ્થિતિ અને દેશ-વિદેશમાં ગુજરાતી સમાજની સફળતા અંગે અસરકારક રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત સભ્યો દ્વારા વખાણ મળી રહ્યા છે।
રુદ્ર રાવલે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ રહી હતી.




