MEHSANAVIJAPUR

દેશના ટોચના 5 રાજ્યસભા સાંસદોમાં ગુજરાતના મયંકભાઈ નાયકનો સમાવેશ ‘શ્રેષ્ઠ સાંસદ–2026’ના રાષ્ટ્રીય સર્વેમાં સ્થાન; સંસદીય કામગીરીને મળી રાષ્ટ્રીય કક્ષાની માન્યતા

દેશના ટોચના 5 રાજ્યસભા સાંસદોમાં ગુજરાતના મયંકભાઈ નાયકનો સમાવેશ
‘શ્રેષ્ઠ સાંસદ–2026’ના રાષ્ટ્રીય સર્વેમાં સ્થાન; સંસદીય કામગીરીને મળી રાષ્ટ્રીય કક્ષાની માન્યતા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિષ્ઠિત ‘શ્રેષ્ઠ સાંસદ–2026’ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ગુજરાતના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની દેશના ટોચના પાંચ શ્રેષ્ઠ રાજ્યસભા સાંસદોમાં પસંદગી થતાં રાજ્યને ગૌરવ મળ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત રાજ્યસભાના સભ્યોને પણ આ સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં મયંકભાઈ નાયકે નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.
સર્વેક્ષણમાં દેશભરના સાંસદોની કામગીરીનું બહુસ્તરીય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં સંસદમાં હાજરી, ગૃહની કાર્યવાહીમાં સક્રિય ભાગીદારી, વિવિધ ચર્ચાઓમાં યોગદાન, જનહિતના પ્રશ્નો, વિકાસલક્ષી અભિગમ, મજબૂત જનસંપર્ક, નેતૃત્વ ક્ષમતા, જાહેર જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક સ્વીકાર્યતા જેવા વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતો, શિક્ષણવિદો, વરિષ્ઠ પત્રકારો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓના અભિપ્રાયો તેમજ જાહેરમાં ઉપલબ્ધ માહિતીના વિશ્લેષણના આધારે આ અંતિમ પસંદગી કરવામાં આવી હોવાનું સર્વેક્ષણમાં જણાવાયું છે.
મયંકભાઈ નાયકે રાજ્યસભામાં ગુજરાતના હિતોને અસરકારક રીતે રજૂ કરવાની સાથે વિકાસલક્ષી અને જનહિતના મુદ્દાઓને સતત પ્રાધાન્ય આપ્યું છે. તેમની સંસદીય કામગીરી અને લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રાષ્ટ્રીય સ્તરે મળેલી આ માન્યતા તેમના જાહેર જીવનની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ સિદ્ધિને આવકારી અભિનંદનની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!