
વિજાપુર કોર્ટ સામે પાલિકા ના શોપિંગ સેન્ટર દુકાનો આગળ ગેરકાયદેસર પાર્કિંગનો ત્રાસ: વકીલો-અસીલો પરેશાન, ટ્રાફિકની સમસ્યા વકરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સિવિલ કોર્ટ સામે આવેલા નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં વકીલોની ઓફિસોની આગળ છેલ્લા ઘણા સમયથી થતા ગેરકાયદેસર વાહન પાર્કિંગના કારણે સ્થાનિકો, વકીલો, અને કોર્ટમાં આવતા અસીલો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ને અરજી કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.વકીલો ના જણાવ્યા મુજબ જણાવ્યા મુજબ, એસ.ટી. સ્ટેન્ડના મુસાફરો દ્વારા નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલી વકીલોની ઓફિસોની આગળ આડેધડ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે. આ ગેરકાયદેસર પાર્કિંગના કારણે વકીલોની રોજિંદી કામગીરીમાં મોટો અવરોધ ઊભો થાય છ.વકીલો પોતાના વાહનો પણ વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકતા નથી.કોર્ટની મુદત ભરવા માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા અસીલો તેમજ વકીલોને પણ વાહન પાર્ક કરવામાં ભારે મુશ્કેલી પડે છે.




