MEHSANAVIJAPUR

વિજાપુર ના ટીંટોદણ ગામે કાનમાં ઈયર ફોન લગાવી ઘર આગળ ઓટલા ઉપર બેઠેલા યુવકને મારમારી ઇજાઓ કરતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

વિજાપુર ના ટીંટોદણ ગામે કાનમાં ઈયર ફોન લગાવી ઘર આગળ ઓટલા ઉપર બેઠેલા યુવકને મારમારી ઇજાઓ કરતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ટીંટોદણ ગામે ઘર આગળ સાંજના રાત્રીએ જમણ વાળુ પતાવી ઓટલા ઉપર કાન માં ઈયરફોન લગાવી મોબાઈલ ઉપર ગીતો સાંભળતા હતા. તે સમયે ગામના અને મોહલ્લાહ નો યુવક પોતાના પિતા સાથે આવી યુવકને ગાળો બોલી ગડદાપાટુ નો મારમારી ઇજાઓ કરતા કુકરવાડા દવાખાને સારવાર બાદ પોલીસ મથકે બે સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ ટીંટોદણ ગામના વિજયભાઈ રમેશભાઈ ભીખાભાઇ રાવળ નામનો યુવક સાંજે રાત્રીના જમણવાળુ કરી ઘર આગળ ઓટલા ઉપર કાનમાં ઈયર ફોન ભરાવી મોબાઈલ ઉપર ગીતો સાંભળતા હતા તે સમયે ગામના મહોલ્લાહના અજયભાઈ રાવળ અને તેમના પિતા પ્રહલાદભાઈ રાવળ હાથમાં ધોકા લઈ ઘર આગળ આવી વિજય રાવળ ને બરડા માં શરીરના ભાગે ઇજાઓ કરતા શરીરમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે કુકરવાડા લઈ જવાયો હતો. જ્યાં દવાખાને સારવાર બાદ પોલીસ મથકે અજયભાઈ પ્રહલાદભાઈ રાવળ તેમજ પ્રહલાદ ભાઈ રાવળ સહિત બે સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button