
લાડોલના રાજવીબા દેવડાએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામની વતની અને દેવડા પરિવારની પુત્રવધૂ રાજવીબા શૈલેષસિંહ દેવડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને લાડોલ સહિત સમગ્ર મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026માં ઓમાનનું પ્રતિનિધિત્વ કરનાર રાજવીબાએ સિનિયર ‘A’ મહિલા વર્ગમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

ગ્રામજનો, સગા-સંબંધીઓ અને વિવિધ સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વ કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી રાજવીબાએ માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ મહેસાણા જિલ્લો, ગુજરાત અને ભારતનું નામ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજ્જવળ કર્યું છે.





