
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૦૯/૧૦/૨૦૨૪
નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષય પર વ્યાખ્યાન યોજાયું. આ વ્યાખ્યાન નિમિત્તે પ.પૂ. ગણીવર્યશ્રી રાજહંસવિજયજી પધાર્યા હતા. તેમણે ભારતીય જ્ઞાન, વારસો અને સંસ્કૃતિ વિશે ઉમદા વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉ.મોનિકા શાહે કર્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ ડૉ.એસ.આર.વસાવાએ કર્યું હતું. કૉલેજના વિદ્યાર્થીઓ આ વ્યાખ્યાનથી લાભાન્વિત થયા હતા.


