MEHSANAVIJAPUR

વિજાપુર હિરપુરા યુવકે વ્યાજખોરોની ધમકી મળતા કરેલી આત્મહત્યા બાબતે પાટીદાર સમાજે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર હિરપુરા યુવકે વ્યાજખોરોની ધમકી મળતા કરેલી આત્મહત્યા બાબતે પાટીદાર સમાજે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમીતાબેન પટેલ ના પતિ સ્વ મનોજભાઈ શંકર ભાઈ પટેલે વ્યાજખોરો એ આપેલી ધમકીઓ ના કારણે માનસીક ત્રાસ સહન નહિ થતા તા ૪/૩/૨૦૨૪ ના રોજ ઝેરી દવા પીધા બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તેઓએ રેણુસિંહ ઉર્ફે દીપારામ રહે વિજાપુર તેમજ પિયુષ વેરસી ભાઈ દેસાઈ રહે હિરપુરા તેમજ સંજયભાઈ હમીરભાઈ દેસાઈ રહે વિજાપુર તેમજ ભરતભાઈ રામાભાઇ પટેલ રહે વિજાપુર ના નામ આપતા જણાવેલ કે આ લોકો પાસેથી હાથ ઉછીના રૂપિયા ૧૫ લાખ લીધેલા અને તેનુ વ્યાજ પેનલ્ટી તથા ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે રૂપિયા ૪૫ લાખ ચૂકવી આપેલા તેમ છતાં તેઓની પાસેથી પઠાણી ઉઘરાણી કરી પૈસા નહીં આપો તો જાન થી મારી નાખવાની ધમકી આપેલી ના છૂટકે ના ઇલાજે ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યા બાદ વધુ તબિયત લથડતા હોસ્પિટલ ખાતે મરણ ગયેલ તેઓનું પીએમ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી આ ફરીયાદ ના આરોપી ઓ ને કડક સજા થાય મૃતક ના પરીવાર જનો ને ન્યાય મળે તે માટે ગ્રામજનો એ મૌન રેલી સ્વરૂપે નીકળી મામલતદાર જે એસ સમક્ષ આરોપીઓ ને કડક સજા કરવા ની આવા વ્યાજખોરોની ધમકીઓ ના કારણે બનતા બનાવો અટકે તે માટે કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સોમવારે મામલતદાર તેમજ પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડા સમક્ષ પાટીદારો એ આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ અને પરીવારના લોકોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી બંને અધિકારીઓ એ રજુઆત કર્તાઓ ને યોગ્ય ન્યાય મળશે તેઓ દિલાસો આપ્યો હતો આ અંગે ગ્રામજનો સાથે આવેલ અગ્રણી પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ તેમજ મંગળદાસ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરીવાર જનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો અમારી લડત વ્યાજખોરી ને નાબૂદ કરવા ની માંગણી સાથે જુદીજુદી રીતે કાર્યક્રમો આપીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!