GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ગેરેજમાંથી કાર ચોરી, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

 

MORBI:મોરબી મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ગેરેજમાંથી કાર ચોરી, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

 

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા એક ગેરેજમાંથી અજાણ્યો ચોર ઈસમ રૂ. ૨ લાખની કિંમતની ફોર વ્હીલર ગાડી ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા અને મોરબીના લાતીપ્લોટ શેરી નંબર ૬ માં ‘વિશ્વા પ્લાસ્ટિક’ નામનું કારખાનું ધરાવતા ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉધરેજા (ઉં.વ. ૪૪) એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા એક ગેરેજમાં તેમણે પોતાની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ.૧૦ (Grand i10) ફોર વ્હીલર ગાડી (નંબર: GJ-36-B-4003) રિપેરિંગ અર્થે મૂકી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ ગાડીની ચાવી વડે કાર ચાલુ કરી, આશરે રૂ. ૨,૦૦,૦૦૦/- ની કિંમતની આ કાર ચોરી કરી ગયો હતો.

આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચંદ્રકાંતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને ચોરને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!