MEHSANAVIJAPUR

વિજાપુર ફતેહપુરા-પિલવાઇ ખાતે સુરેશભાઈ રાવલનો ભવ્ય વિદાય સમારંભ

વિજાપુર ફતેહપુરા-પિલવાઇ ખાતે સુરેશભાઈ રાવલનો ભવ્ય વિદાય સમારંભ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફતેહપુરા-પિલવાઇ ગામે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર સુરેશભાઈ રાવલ ના સન્માનમાં શનિવારે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગામ તેમજ પે સેન્ટરના શિક્ષકમિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોગાધામના પૂજ્ય ગિરીશબાપા તેમજ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓમાંના ડૉ. જીવન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે શિક્ષક સંઘના પ્રતિનિધિઓ અને કારોબારી સભ્યોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
વિદાય પ્રસંગે સહકર્મી શિક્ષકોએ સુરેશભાઈ રાવલના લાંબા સમયથી શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરી લાગણીસભર શબ્દોમાં તેમની કામગીરીને બિરદાવતા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં સુરેખાબેન, વિરલબેન, વર્ષાબેન, રાગિણીબેન અને અશ્વિનભાઈએ વિશેષ સહકાર આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન વિરલબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, પ્રાર્થના, નૃત્ય તથા તલવારબાજી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની મનોહર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ હર્ષભેર બિરદાવ્યા હતા.
અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!