OLPAD

ઓલપાડ તાલુકા પંચાયતનું સર્વાંગી વિકાસ વાળું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કરાયું

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા-ઓલપાડ
ઓલપાડ તાલુકા પંચાયતનું સર્વાંગી વિકાસ વાળું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે પાણી પુરવઠા અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશપટેલની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સુરત જિલ્લા પંચાયતે અવલોકન કરેલ સને 2023 -2024  ના વર્ષનું રૂ. 9,58,75,000  નું સુધારેલ બજેટ તથા સને 2022 -2023  ના વર્ષ માટે રૂ. 8,83,16,712 નું બજેટ રજૂ કરાતા તેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું
 ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી મૌલિક દોંગા એ વર્ષ ૨૦૨૩–૨૪ નું બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે આગામી અંદાજ પત્ર મુજબ  સ્વભંડોળની કુલ રૂ.10,70,66,000/– ની અંદાજે આવકની સામે સામાન્ય વહીવટ અને સાદીલવાર ક્ષેત્રે રૂ.26,00,000 સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. 5,40,000 શિક્ષણક્ષેત્રે 6,60,000 ખેતી અને પશુપાલન ક્ષેત્રે રૂ 85,000 આરોગ્ય ક્ષેત્રેરૂ. 3,00,000 વિકાસ અને પંચાયત ક્ષેત્રે રૂ.80,000  સિંચાઈ અને બાંધકામ ક્ષેત્રે રૂ. 3,09,35,000કાર્યો માટે રૂ. 6,04,00,000  મળી કુલ રૂ. 9,58,75,000 ના અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૨–૨૩ ના સુધારેલ અંદાજપત્રની સ્વભંડોળની બંધ સિલક રૂ. 7,71,25,712તથા ૨૦૨૩–૨૪ ના અંદાજપત્રમાં સ્વભંડોળની બંધ સિલક રૂ. 8,83,16,712 – અંદાજવામાં આવેલ છે. આ પ્રસંગે  રાજ્ય સરકાર ના પાણી  પુરવઠા અને વન અને પર્યાવરણ   મંત્રી મુકેશ  પટેલે  જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩-૨ ૪નું બજેટ તાલુકાના તમામ ક્ષેત્રના સમતોલ વિકાસને આવરી લઈ સર્વાંગી વિકાસ નું બજેટ બનાવવામાં આવ્યું છે.આ સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પટેલ  ઉપપ્રમુખ જશુબેન વસાવા   કારોબારી  અધ્યક્ષ મુકેશ પટેલ,  શાસક પક્ષના વનરાજસિંહ બારડ સહીત  તાલુકા પંચાયત ના અધિકારીઓ ,કર્મચારીઓ  તેમજ સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!