
વિજાપુરને મળ્યો આધુનિક એસટી ડેપો-વર્કશોપનો લોકાર્પણ કરાયું રૂ.375 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરાયું કર્મચારીઓને મળશે વધુ સુવિધાઓ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિજાપુર મુકામે રૂ. 375 લાખના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક એસટી ડેપો-વર્કશોપનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. વિજાપુર શહેરને આધુનિક પરિવહન સુવિધાઓ તરફ વધુ એક મોર પીંછ ઉમેરાતા આ નવું સંકુલ એસટી કર્મચારીઓ માટે સુવિધાસભર વર્કશોપ બનાવવામાં આવ્યું છે
આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના વરદ હસ્તે નવનિર્મિત ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સહાયના આધારે મહેસાણા એસટી વિભાગના માર્ગદર્શન હેઠળના વિજાપુર ડેપો ખાતે વર્ષો જૂના અને જર્જરીત ડેપો-વર્કશોપને દૂર કરી તેના સ્થાને આધુનિક આર.સી.સી. અને ફ્રેમ સ્ટ્રક્ચરવાળું નવું ડેપો-વર્કશોપ નિર્માણ કરવામાં આવ્યું છે.
સમારોહમાં ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિભાગીય નિયામક કે એસ ચૌધરી બાંધકામ ઈજનેર ત્રિવેદી ભાઈ ડેપો મેનેજર વિજય ભાઈ ચૌધરી તેમજ ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ, ભાજપ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ, જિલ્લા મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, અશોક ખમાર સહિત ભાજપના આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિજાપુરમાં આધુનિક ડેપો-વર્કશોપના નિર્માણથી પરિવહન વ્યવસ્થાને નવી ગતિ મળશે અને ભવિષ્યમાં મુસાફરોને વધુ સુવ્યવસ્થિત તથા ગુણવત્તાસભર એસટી સેવા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી





