વિજાપુર કુકરવાડા એપીએમસી મા ગણેશ ટ્રેડિંગ ના માલીકને એપીએમસી એ આપેલ વેપાર માટેનો લાયસન્સ નોટિસ આપી રદ્દ કર્યો
સપ્તાહ પૂર્વે મામલતદારે રેડ પાડી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા મા આવેલ કુકરવાડા એપીએમસી મા દુકાન ધરાવતા ગણેશ ટ્રેડિંગ માંથી સપ્તાહ પૂર્વ મામલતદાર અને નાયબ પુરવઠા મામલતદાર દ્વારા બાતમી ના આધારે રેડ પાડી શંકાસ્પદ સરકારી અનાજ નો જથ્થો ઝડપી પાડયો હતો. જેને લઇ વિજાપુર તાલુકા એપીએમસી એ ગણેશ ટ્રેડિંગ ના સંચાલક કલ્પેશ કુમાર બાબુલાલ મોદી પાસેથી જવાબ માંગતા જવાબ એપીએમસી ની શરતો મુજબ સંતોષ કારક જવાબ નહી મળતા સેક્રેટરી રમેશભાઈ પટેલે સંચાલક ને નોટિસ આપી તાત્કાલિક અસર થી એપીએમસી ના કમીશન એજન્ટ નો લાયસન્સ રદ્દ કરવા મા આવ્યો છે. આ અંગે સેક્રેટરી નો સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું હતુ કે ગત રોજ કુકરવાડા એપીએમસી મા ગણેશ ટ્રેડિંગ ના નામથી દુકાન ધરાવતા લાયસન્સ ધારક કલ્પેશ કુમાર બાબુલાલ મોદી એ આપેલા જવાબો એપીએમસી ની શરતો ને આધીનના હોઈ તેમજ તેમની દુકાન માંથી ગેરકાયદેસર સરકારી અનાજ ના જથ્થા નો ખરીદ વેચાણ થયું હોવાનું માલુમ પડતાં તેમનુ કમીશન એજન્ટ નુ લાયસન્સ વર્ષ ( ૨૦૨૪-૨૫) નુ રદ્દ કર્યું છે.એપીએમસીમાં ફકત ખેડૂતો ના ખેત પેદાશોની ચીજો ની ખરીદ વેચાણ થાય છે. ગણેશ ટ્રેડિંગ ના લાયસન્સ રદ્દ થયા ની જાણ તાલુકા ના સબ યાર્ડ તેમજ એપીએમસી કુકરવાડા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ને કરવા મા આવી છે.