
વિજાપુર પિલવાઇ ફૂલવાડી મેહસાણા હાઇવે રોડ ઉપર ક્રિયા ગાડી એ એક્ટિવા ને પાછળ થી ટક્કર મારતા એક્ટિવા ચાલક નુ મોત 
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ફૂલવાડી મેહસાણા હાઇવે રોડ ઉપર પાછળ આવી રહેલ ક્રિયા કાર ગાડી જેનો નંબર 23 BH 1492 E ના ચાલકે ઓવર ટેક કરવા જતા એક્ટિવા નંબર જીજે 18 DG 2117 ના ચાલકને પાછળ થી ટક્કર મારતાં એક્ટિવા ચાલક ફંગોળાઈ જઇ પછડાઈ જતા માથાના ભાગે અને ખભા ના ભાગે ગંભીર ઈજાઓ થતા એક્ટિવા ચાલક નુ સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. મૃતક ને તાલુકા ના સ્થાનીક જનરલ હોસ્પીટલ ખાતે લાવી પીએમ કરાયું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ જગુદન ગામના અને હાલ 20 વર્ષથી નાના ચિલોડા શિવ નાથ સોસાયટી અમદાવાદ ખાતે પરીવાર સાથે રહેતા અરવિંદજી લક્ષ્મણજી ઠાકોર વિહાર રોડ થી પિલવાઇ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે ક્રિયા કાર ના ચાલકે ગફલતભરી ડ્રાયવીંગ કરી એક્ટિવા ચાલક અરવિંદજી ઠાકોર ને પિલવાઇ ફૂલવાડી પાસે પોહચતા કાર ચાલકે પાછળ થી ટક્કર મારતા સ્થળ ઉપર જ એક્ટિવા ચાલક નુ મોત નીપજ્યું હતું અકસ્માત જાણ જગુદન રહેતા મૃતક ના પિતરાઈ ભાઇ છોટાજી મણાજી ઠાકોર ને મોબાઈલ થી થતાં પરીવાર જનો અકસ્માત ના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મૂકી ચાલ્યો ગયો હતો. અકસ્માત ના બનાવ ને પગલે પોલીસ પણ સ્થળ ઉપર આવી પોહચી હતી. પોલીસે સ્થળ ઉપર પંચનામુ કરી મૃતક નુ પીએમ કર્યા બાદ મૃતક પિતરાઈ ભાઇ છોટાજી ઠાકોરે કાર નંબર 23 BH 1492 E ના ચાલક સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




