વિજાપુર યુવા વકીલ ઉપર થયેલ ગંભીર હૂમલા ને લઈ વકીલ બાર એસોસિયેશન દ્વારા આરોપીઓ ને પકડી પાડવા પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી
આરોપીઓ તરફે કોઈ વકીલ કેસ નહિ લડે
વકીલોએ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો કર્યા
વિજાપુર તા
વિજાપુર ના યુવા વકીલ ચિરાગ પી ઠાકોર ઉપર મોતીપુરા ગામના ત્રણ યુવકો અને મળતીયાઓ એ કરેલ જાન લેવા હૂમલા બાબતે બાર એસોસિયેશન અને વકીલ મંડળ પોલીસ મથકે પોહચી પોલીસ અધિકારી સમક્ષ આરોપીઓ ને ઝડપી પાડવા ની માંગ કરી હતી. મોતીપુરા ના વકીલ ચિરાગ ઠાકોર ઉપર ગુરુવારે રાત્રે નવ વાગે ત્રણ યુવકો સંકેત પટેલ, ગોવિંદ, મેહુલ, તેમજ તેના મળતીયાઓ એ કોઈ કારણો સર જાન લેવા હુમલો કરી કાન ના ભાગે તેમજ શરીર ના ભાગે ઈજા ઓ મોત ને ઘાટ ઉતારવા જાન થી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. જેને કારણે કોર્ટ મા પ્રેક્ટિસ કરતા વકીલ ચિરાગ ઠાકોર ને દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં સારવાર બાદ ચિરાગ ઠાકોરે પોલીસ મથકે ત્રણ જણા સંકેત પટેલ, મેહુલ, ગોવિંદ, નામના વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી પોલીસ અધિકારી સમક્ષ બાર એસોસિયેશન ના પ્રમુખ કૃણાલ પી બારોટ તેમજ ઉપ પ્રમુખ રાજેન્દ્ર બારોટે ત્રણે આરોપીઓ ને સત્વરે જડપી લેવા માટે રજૂઆત કરી હતી. સિનિયર વકીલ અશોક ભાઈ બારોટે જણાવ્યું હતું કે કોર્ટ મા પ્રેક્ટિસ કરતા યુવા વકીલો ઉપર દિવસે દિવસે અસામાજિક તત્ત્વો દ્વારા હૂમલા ના અને તે પણ ગંભીર પ્રકારના હુમલાના બનાવો બની રહ્યા છે. તેની સામે સરકારે વકીલો ના પ્રોટેક્શન માટે કાયદો પસાર કરવો જરૂરી બન્યો છે. તેમજ આરોપીઓ સામે કોઈ પણ વકીલ કેસ નહિ લડે તેવી વકીલ મંડળ દ્વારા સ્પષ્ટ શબ્દો મા જણાવ્યું હતુ.